Breaking News

ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ સંગોષ્ઠિમાં સુરતની 15 વર્ષીય ભાવિકાએ પોતાનું રિસર્ચ પેપર રજૂ કર્યું

આ પહેલા ભાવિકા શ્રી રામ ચરિત ભવન અમેરિકામાં આયોજિત આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમાં પોતાના પત્ર વાચન માટે કેશ એવોર્ડ જીતી ચૂકી છે

સુરત: વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવનાર દેશ ઇન્ડોનેશિયામાં આજે પણ રામ ત્યાંની સંસ્કૃતિમાં રહે છે.
ઇન્ડોનેશિયા બાલી યુનિવર્સિટી હિંદૂ નેગરી આયીં ગસ્તી બગૂસ સુગ્રીવ દેનપસાર તેમજ સાહિત્ય સંચય સંશોધન સંવાદ ફાઉન્ડેશન દિલ્હી ના સંયુક્ત આયોજનમાં બે દિવસીય ‘સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં રામ’ વિષય પર આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી અને સાહિત્ય મહોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાત સુરતથી સ્કોલર ઇંગ્લિશ અકેડમીની 10મી કક્ષાની વિદ્યાર્થી, 15 વર્ષીય ભાવિકા મહેશ્વરીએ પોતાનું રિસર્ચ પેપર રજૂ કર્યું હતું.

આ અવસર પર મોરીશસ, નેપાળ, ઇન્ડોનેશિયા, વિયેતનામ સહિત ઘણા દેશોના સાહિત્યકારોની ઉપસ્થિતિ રહી. આયોજનમાં ભારત-ઇન્ડોનેશિયાની સંયુક્ત સાંસ્કૃતિક ઝલક જોવા મળી.

હિંદૂ સુગ્રીવ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર આઈ ન્યોમન સુબાગીયાએ ભાવિકાના પત્ર વાચન સાંભળ્યા બાદ પ્રશંસા કરતા ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક બતાવ્યું, સાથે અન્ય અગ્રણીઓએ પણ અભિનંદન આપ્યાં. સાથે જ ભાવિકાની બુકનું વિમોચન યુનિવર્સિટી Rector Prof. Dr. Drs. Igst. Ngr Sudiana, m.si દ્વારા થયું.

આ પહેલા ભાવિકા શ્રી રામ ચરિત ભવન અમેરિકામાં આયોજિત આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમાં પોતાના પત્ર વાચન માટે કેશ એવોર્ડ જીતી ચૂકી છે.

ભાવિકાએ છેલ્લા 5 વર્ષમાં 60,000 કિમીનું મુસાફરી કરી દેશના ઘણા શહેરોમાં 300 થી વધુ પ્રેરણાદાયક આધ્યાત્મિક કાર્યક્રમો કર્યા છે. રામ કથા દ્વારા 52 લાખ સમર્પણ નિધિ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મહામહિમ મર્મુજી સાથે મુલાકાતનો અવસર મળ્યો છે.

કેબિનેટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઘણા મુખ્યમંત્રીઓ અને અગ્રણીઓએ ભાવિકાને પોતાની સોશિયલ મીડિયા પર સ્થાન આપ્યું છે. 5 પુસ્તકોના પ્રકાશન સાથે ગુજરાતમાં બેટી બચાવો બેટી વાંચાવોની બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા નિભાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *