Breaking News

આંત્રપ્રીન્યોર માટે પ્રોગ્રેસ ક્લબ દ્વારા 4 જૂનના રોજ “સંકલ્પ સે સફલતા” સેમીનારનું આયોજન

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે 5: 30 વાગ્યાથી શરૂ થશે સેમિનાર, લાઈફ કોચ અને આધ્યાત્મના સફલ  સાર્થી પ.પુ. જ્ઞાનવત્સલ સ્વામી આપશે માર્ગદર્શન

સુરત: આંત્રપ્રીન્યોર માટે કામ કરતી સંસ્થા પ્રોગ્રેસ ક્લબ દ્વારા 4જૂનના રોજ આંત્રપ્રીન્યોર માટે સંકલ્પ સે સફલતા વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર સાંજે સાડા પાંચ વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થશે. જેમાં લાઈફ કોચ અને આધ્યાત્મના સફળ સરાથી પ.પુ. જ્ઞાનવત્સલ સ્વામી સફલતાના મંત્ર આપશે.

જીવનનો નિયમ છે પરીવર્તન. એ જૂની સાઇકલનું સ્થાન હવે બાઈકે લઈ લીધું છે, ટેલિફોનનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે એમ જ વ્યવસાયનું સ્થાન સાવ નવા જ અંદાજમાં આંત્રપ્રીન્યોરશિપે લઈ લીધું છે.

આ દેશનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું ભવિષ્ય છે આંત્રપ્રીન્યોર. પણ સમસ્યા એ છે કે આવા રોજ નવા ઊભરતા આંત્રપ્રીન્યોરને મદદ કરવા માટે કોણ તત્પર છે, કોણ આપશે એમને સાચું માર્ગદર્શન. તેનો એક માત્ર જવાબ છે પ્રોગ્રેસ ક્લબ.

પ્રોગેસ ક્લબ એક એવી મજબૂત સંસ્થા છે કે જે તેના સદસ્યો દ્વારા સંસ્થાના સદસ્યો માટે જ કામ કરી રહી છે. હરીફાઈની હોડમાં લાગેલા દરેકને આધાર આપતી સંસ્થા પ્રોગ્રેસ ક્લબ.

2014માં માત્ર 8 સભ્યો દ્વારા ભારતના ભવિષ્યને આંત્રપ્રીન્યોરશીપ દ્વારા બદલવાનું એક સ્વપ્ન જનમ્યું હતું જે આજે સાકર થતું દેખાઈ રહ્યું છે. આજે પ્રોગ્રેસ ક્લબ દ્વારા 1700થી વધુ આંત્રપ્રીન્યોર 100 થી વધુ વિભિન્ન MSME ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવીને ન કેવળ પોતાનું પણ સાથે સમાજનું પણ ભવિષ્ય બદલી રહ્યા છે.  ભારતના આ યુવાધનને આંત્રપ્રીન્યોરશીપની સાચી સમજણ કરાવી, તેમની આ યાત્રામાં દરેક પગલે સાથે ઊભા રહી, તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ જીવનના દરેક ક્ષેત્રે સફલ થાય, એટલું જ નહીં પરંતુ એટલા સક્ષમ બને કે બીજા 10 નવા આંત્રપ્રીન્યોરને મદદરૂપ બને એવા હેતુ થી પ્રોગ્રેસ ક્લબ કામ કરી રહ્યું છે.

પ્રોગ્રેસ ક્લબમાં એક આંત્રપ્રીન્યોરને દરેક મદદ મળી રહે છે, પછી એ સેલ્સ ગ્રોથ હોય કે ટિમ બિલ્ડીંગ, લોન ચુકવણી હોય કે જીવનના વિભિન્ન સંબંધો. જીવનના દરેક પાસામાં સહાયતા સાથે પ્રોગ્રેસ ક્લબ ભારતને એક ઉત્તમ નાગરિકની ભેટ આપી રહ્યું છે.

અને એ જ લક્ષ્યને ધ્યાનમાં રાખી ને તારીખ 4 જૂન 2022ના રોજ પ્રોગ્રેસ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક વિશિષ્ટ સેમિનારનું જેનું નામ છે, “સંકલ્પ સે સફલતા”

જેમાં વક્તવ્ય આપવા આવી રહ્યા છે લાઈફ કોચ અને આધ્યાત્મના સફળ સાર્થી પ.પુ. જ્ઞાનવત્સલ સ્વામી. જેઓ આપણને શીખવશે કે એકગ્રતા હોય તો જીવનમાં કશું જ અસંભવ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *