Breaking News

નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલનું અડાજણ એલ. પી. સવાણી રોડ ખાતે રવિવાર તા. ૧૭/૧૧/૨૦૨૪ ના રોજ શ્રી સી. આર. પાટીલ ના વરદ હસ્તે ઉદઘાટન.

સૂરતના હાર્દ સમા અડાજણ ખાતે ૧૨૦ પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલનું ભારત સરકારના જલ મંત્રી શ્રી. સી. આર. પાટીલના વરદ હસ્તે ઉદઘાટન રાખવામાં આવેલ છે.

નિર્મલ હોસ્પીટલ અને આરોગ્ય સૂરતીઓ માટે એકબીજાનો પર્યાય બની ગયો છે.

આ હોસ્પીટલ વિષે માહીતી આપતા ચેરમેન ડો. નિર્મલ ચોરારીયાએ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લગભગ ૪૨ વર્ષ પહેલા ૧૫-૫-૧૯૮૩ ના રોજ ૯ બેડ થી શરુઆત કરનાર નિર્મલ હોસ્પીટલ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. રીંગરોડ ખાતે ૧૨૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પીટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલ સૂરતની જનતાને નવલું નજરાણું છે.

નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે. વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટીબધ્ધ છે.

આ હોસ્પીટલમાં ૧૨૦ બેડની સુવિધાઓ સાથે ૪ અતિઆધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પીટલમા હૃદય વિભાગમાં કેથ લેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બિમારીની સારવાર આપી શકાશે તથા હૃદયને લગતા ઓપેરેશનો કરવામાં આવશે. આ ઉપરાંત હાડકાં વિભાગ અને સાંધા બદલવાની સર્જરી, પેટ તથા આંતરડાના રોગોને લગતી સારવાર તથા ઓપરેશનો, મગજના રોગોનો વિભાગ અને તેના ઓપરેશનો, કિડની વિભાગ અને તેના લગતા ઓપરેશનો, લેપરોસ્કોપીક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટીવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝીઓથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

તે ઉપરાંત ૧.૫ ટેસલા એમઆરઆઈ, ૧૨૮ સલાઇસ સીટી સ્કેન, મેમોગ્રાફી, ડીજીટલ એક્ષ-રે, સોનોગ્રાફી, ટીએમટી એકોકાર્ડિઓગ્રાફી તેમજ ૨૪ કલાક કાર્યરત દવાની દુકાન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મુખ્ય મહેમાન ભારત સરકારના જલ મંત્રી શ્રી. સી. આર. પાટીલ સાથે ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી, જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન શ્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા, સાંસદ શ્રી. મુકેશ દલાલ, રાજ્યસભાના સભ્ય શ્રી. ગોવિંદભાઈ ધોળકિયા તથા સુરત શહેરના સર્વે ધારાસભ્યો તથા પદ્મશ્રી એવાર્ડ શ્રી પુરસ્કૃત શહેરના મહાનુભાવો, તથા શહેરના અન્ય પ્રતિષ્ઠિત અગ્રણીઓ હાજર રહેશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. નિર્મલ ચોરારીયા, શ્રી. વિનોદ ચોરારીયા, ડૉ. કુશલ ચોસરિયા, શ્રી. સૌમ્ય ચોરસરીયા, ડૉ પ્રદીપ પેઠે, ડૉ.વિજય શાહ, તથા શ્રી. જતિન જોશી હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *